પોપ અપ માથાંનો દુઃખાવો બન્યું છે ઃ આજે જ દૂર કરો
સ્ટેપ ૧ ઃ- તમારા કોમ્પ્યુટરનો સેફ મોડમાં પ્રવેશ.
તમારા કોમ્પ્યુટરને ઈન્ટરનેટથી ડિસકનેક્ટ કરો, અને ત્યાર બાદ તમારા પીસીને માઇક્રોસોફટ સેફ મોડ થકી બૂટ કરો. સેફ મોડને કારણે પીસી ઓછામાં ઓછા પ્રોગ્રામ લોડ કરશે.
સેફ મોડમાં પીસી ચાલુ કરવા માટે પહેલાં તેને શટ ડાઉન કરો. ત્યારબાદ પીસીને ફરીથી ચાલુ કરો. જેવું તમને પીસીનાં સ્ક્રીન પર કંઇ દેખાય તે સાથે જ એફ-૮ની કી દબાવો. આમ કરવાથી એડવાન્સ બૂટ ઓપ્શન મેનુ ખૂલશે, જેમાં તમારે સેફ મોડ વીથ નેટવર્કિંગ સિલેક્ટ કરી, પછી એન્ટર દબાવવાનું રહેસે. જો તમને લાગે કે સેફ મોડમાં તમારા પીસીની ઝડપમાં વધારો થયો છે, તો સમજી લેજો કે તે માલવેરનો ભોગ બન્યું છે.

સ્પેર ૨ ઃ- ટેમ્પરરી ફાઇલ ડિલીટ કરો. તમારા પીસીને સેફ મોડમાં લઇ ગયા બાદ સહુ પ્રથમ ટેમ્પરરી ફાઇલ ડિલીટ કરો અને પછી વાયરસ સ્કેન ચાલુ કરો.
આ કરવા માટે સ્ટાર્ટ મેનુ ખોલી ત્યારબાદ એસસરીઝમાં જઇ તેમાં સિસ્ટમ્ ટૂલ્સ શોધી કાઢો અને તેમાં આપેલાં ડિસ્ક ક્લીનઅપનો ઉપયોગ કરો.
સ્ટેપ ૩ ઃ- માલવેર સ્કેનર ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ કરો.
ભલેને તમારા પીસીમાં એન્ટીવાયરસ હોય, છતાં પણ તમારે માલવેર સ્કેનર ડાઉનલોડ કરવું પડશે અથવા તેમાં પ્રોગ્રામ સોફટવેરને પેન ડ્રાઇવમાં કોપી કરી રાખો. એન્ટીવાયરસ બે પ્રકારનાં હોય છે અને બે પ્રકારે કાર્ય કરે છે. જેમાં પ્રથમ તે ચાલુ પ્રોગ્રામ દરમ્યાન કોઇ વાયરસ ના આવે તેની તકેદારી રાખે છે. જ્યારે ઓન ડિમાન્ડ ફંકશનમાં જરૃર પડે તે સાથે જ માલવેર સામે લડે છે. મોટેભાગે આપણી પાસે રીઅલ ટાઇમ એન્ટીવાયરસ હોય છે, અને એટલે જ ઓનડિમાન્ડ રાખવા હિતાવહ છે, જેથી માલવેરને નષ્ટ કરી શકાય.
સ્ટેપ ૪ ઃ- માલવેર સ્કેનરથી સ્કેનીંગ કરો.
માલવેર સ્કેનીંગ શરૃ કરશો એટલે એક વિન્ડો ખૂલશે જેમાં કોમ્પ્યુટરની ફાઇલનું સ્કેનીંગ થતું દેખાશે. આ સમય પાંચ મીનીટથી માંડી ૩૦ મીનીટ સુધી પહોંચી શકે છે. પરંતુ જો અધવચ્ચે આ વિન્ડો ગાયબ થઇ જાય તો સમજો પસીની રૃટ ફાઇલમાં ઈન્ફેશન છે, અને હવે તેનાં માટે આઇટી એક્સપર્ટને બોલાવવો પડશે. બાકીની પરિસ્થિતિમાં તમારે સ્કેનિંગ પૂરૃં થયા બાદ કોમ્પ્યુટર રીસ્ટાર્ટનું ઓપશન આવી જશે. આમ કરવાથી ૯૦ ટકા જેટલાં માલવેર ગાયબ થઇ જશે.
Comments
Post a Comment
Thanks For Comment On Jay Nagar Blogger