જાહેરખબરો વિનાની વેબસાઇટ.. કોઇપણ વેબસાઇટ પર જાહેરખબરો જોવા મળે છે. ઘણીવાર સર્ફીંગ કરતા આવી જાહેરાતો આડે આવે છે અને સર્ફીંગ કરનારને અડચણરૃપ બને છે. ગુગલ ઍડ્ હોય કે પ્રાઇવેટ કંપનીની જાહેરાત હોય કે કોઇ સોશ્યલ સાઇટની જાહેરાત હોય પણ તે સર્ફીંગ કરનારને પરેશાન કરતી હોય છે. અમેરિકાના બે ટેકનોલોજીસ્ટોએ ઍડટ્રેપ નામનું એક બૉક્સ તૈયાર કર્યું છે. જેના કારણે સર્ફીંગ કરનાર ઍડ્ વિનાની વેબસાઇટ જોઇ શકે!! આ ઍડટ્રેપ બૉક્સને રાઉટર અને મોડમની વચ્ચે ગોઠવવાનું હોય છે જેથી ઍડ્ વિનાની વેબસાઇટ જોઇ શકાશે. માત્ર વેબસાઇટ નહીં પણ વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ તમામ ડીવાઇસ પર પણ ઍડ વિનાની વેબસાઇટ જોઇ શકાશે. આમ તો વેબસાઇટ માટે આવકનું સાધન આવી ઍડ્ હોય છે પરંતુ ઘણીવાર સર્ફીંગ કરનારનું ધ્યાન પણ ઍડ્ તરફ જતું રહે છે. આ સંજોગોમાં તે સર્ફ કરવા માગે છે કંઇક અને સીધો જ બીજી દિશામાં જતો રહે છે. હજુ આ સંશોધન પર ઍડ્ આપતી એજન્સીઓએ કાયદેસરની કાર્યવાહી કરી નથી. અમેરિકામાં આ ડીવાઇસ ૧૪૦ ડૉલરમાં વેચાય છે. આ ઉપયોગી સંશોધન છે.
(Ethical Hacker & Cyber Security Expert)