એન્ડ્રોઈડ વન એટલે પોકેટ અને ટેકનો ફ્રેન્ડલી સીસ્ટમ
ભારતમાં એન્ડ્રોઈડ દ્વારા પોતાનો બજાર હિસ્સો જાળવી રાખવા માટે અને ફાયર ફોક્સ સામે ટક્કર ઝીલવા એન્ડ્રોઈડ વન લોન્ચ કરવામાં આવ્યું છે. ગુગલે ભારતીય મોબાઈલ ફોન ઉત્પાદકો સાથે તકનીકી કરાર લોન્ચ કરેલા આ ફોનની ખાસીયતો આવનારા દિવસોમાં મોબાઈલ ઈન્ડસ્ટ્રીને એક નવો રસ્તો બતાવશે. ત્યારે આ એન્ડ્રોઈડ વનની ખાસીયતો વિશે ટેક-બુક તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યું છે.
એન્ડ્રોઈડ વનની સૌથી મહત્વની બાબત છે ઓપરેટીંગ સિસ્ટમ અપડેટ. આપણે સહુ જાણીએ છે કે ગુગલ દ્વારા એન્ડ્રોઈડને અપડેટ કરવા માટે સતત આર.એમ.ડી ચાલતું રહે છે. એટલે જે દિવસે ગુગલ એન્ડ્રોઈડનું નવું વર્ઝન લોન્ચ કરે અને એન્ડ્રોઈડ વન ધારકોને તેનાં અપડેટસ આવી જશે. અત્યાર સુધી ગુગલ જોક્સસ સીરીઝમાં આ સુવિધા હતી, જે એન્ડ્રોઈડ વન આવતાં ૬૫૦૦-ની રેન્જમાં ફોનમાં પણ આવી સુવિધા મળી શકશે. આ ફોન કીટકેટ જી-૫ સાથે આવે છે અને વળી આ ફોન્સમાં હાર્ડવેરમાં તે બે વરસ સુધી અપડેટ થતું રહેશે. ઓકટા પ્રોસેસર, પાંચ એમ.પી. કેમેરા અને આખો દિવસ ચાલે તેવી બેટરી લાઈફ પણ છે. આ ઉપરાંત તમારો ફોન ખોવાઈ જાય તો એન્ડ્રોઈડ ડીવાઈસ મેનેજર થકી તમે તમારો બધો ડેટા ડીલીટ કરી શકો છો. આ સાથે આગામી દિવસોમાં ગુગલ યુટયુબ વીડીયોને ઓફલાઈન જોવાની સુવિધા પણ આપશે. જેને કારણે તમારા ઈન્ટરનેટનાં ખર્ચમાં બચત થશે. આ એક મોટી વાત કહેવાય કારણ કે યુટયુબને ઓફલાઈન જોવાની સુવિધાને પગલે હવે તમે તમારા ગમતા વીડીયોને બિન્દાસપણે અનેકવાર માણી શકશો.
આટલું જ નહીં એન્ડ્રોઈડ વન ફોન સાથે તમને જાણીતા મેગેઝીન, છાપા, વીડીયો સાઈટનું એક વર્ષ માટે સબક્રીપશન તદ્દન નિઃશુલ્ક મળશે. આ ઉપરાંત વધુ સારા અને સ્માર્ટ કેમેરા રીઝલ્ટ માટે ગુગલ કેમેરા અને અન્ય એપ્લીકેશન પ્રીલોડેડ આપવામાં આવશે.
હાલ આ ફોન ઓનલાઈન શોપીંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. જે આવનારા સમયમાં ઓફલાઈન પણ મળે તેવી શક્યતાઓ છે. આમ એન્ડ્રોઈડ ફોન મોંઘા ફોનમાં માર્કેટ પર મોટો ઝટકો મારે તેવું ચર્ચાય છે.

https://www.facebook.com/ILoveHacking
Comments
Post a Comment
Thanks For Comment On Jay Nagar Blogger