તમારુ પણ એપ્સ હોય તો? એ પણ ફ્રીમાં!
પ્લેસ્ટોરમાંથી રોજ રોજ સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ થાય છે અને નવી નવી એપ્સ બનતી પણ રહે છે. હવે જો તમને એવો વિચાર આવતો હોય કે મારી પણ એક એપ હોય તો.. તો એ વિચાર જરા પણ ખોટો નથી. કેમ કે એપ બનાવાનું કામ એકદમ સરળ છે અને વળી મફતમાં છે! મોબાઈલ વર્લ્ડમાં એન્ડ્રોઈડ એપ બનાવતી કંપનીઓ અને ફ્રી લાન્સરોનો રાફડો ફાટી નિકળ્યો છે. એક એન્ડ્રોઈડ એપ્લીકેશન બનાવવા માટે આવી કંપનીઓ દસ હજારથી માંડી પચાસ હજાર રૃપિયા સુધી ચાર્જ કરે છે. પણ જો તમે પ્રાથમિક એપ્લીકેશન બનાવવા માંગતા હો તો આવી એપ્લીકેશન કોઈ પણ ખર્ચ વિનાં અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાાન ધરાવતી વ્યક્તિ ગણતરીનાં કલાકોમાં બનાવી શકે છે.
અમે આપને એન્ડ્રોઈડ એપ્લીકેશન કઈ રીતે બનાવી શકાય તેની માહિતી જણાવીશું. એન્ડ્રોઈડ એપ્લીકેશન બનાવવા માટે સૌ પ્રથમ તમારી પાસે એક બેક હેન્ડ પ્લેટફોર્મ હોવું અતિ આવશ્યક છે. આ પ્લેટફોર્મ વેબસાઈટ, પોર્ટલ જેવું માળખું ધરાવતું હોવું જરૃરી છે. આ પ્લેટફોર્મ પર તમે પોતાની પ્રોડક્ટ કે સેવાઓની માહિતી મૂકી હોય તેને તમારે એપ્લીકેશનનાં સ્વરૃપે પરિવતત કરવાની રહે છે. જે લોકો એપ્લીકેશન ડેવલપ કરવાનું વિચારતા હોય તેમની પાસે બેક હેન્ડ માળખું મોટાભાગે તૈયાર હોય છે.
એકવાર તમે તમારી વેબસાઈટ કે વેબપોર્ટલ કે જે અત્યારે મોટેભાગે વર્ડપ્રેસ પર બનતું હોય છે, તેને તમારી પ્રોડક્ટ કે સેવાઓની માહિતીથી એપગ્રેડ કરી દો અને પછી તેને તમારી પોતાની એન્ડ્રોઈડ એપ્લીકેશનમાં તૈયાર કરી શકો છો. આ માટે ગુગલ પર અનેક વેબસાઈટસ ઉપલબ્ધ છે જે તમને ખૂબ જ સહેલાઈથી તમારી એપ બનાવવામાં મદદરૃપ બનશે.
કોઈ પણ એન્ડ્રોઈડ એપ્લીકેશન તૈયાર કરવા માટે તેની APK ફાઈલ બનાવવી ખૂબ જ જરૃરી હોય છે. આ ફાઈલ તૈયાર કરવા મોટાભાગે કોડીંગની જરૃરીઆત ઉભી થતી હોય છે. પરંતુ ફ્રી એપ્સની સુવિધા આપતી વેબસાઈટસ થકી તમે તમારી વેબસાઈટ કે વેબપોર્ટલને .APKમાં પરિવતત કરી શકો છે. તમારે માત્ર તમારી વેબસાઈટનું URL ફીડ કરવાનું રહેશે અને પછીથી બાકીનું કામ આવી વેબસાઈટ પોતાની રીતે શરૃ કરી દેશે. એકવાર APK ફાઈલ બની જાય એટલે તેને ગુગલ પ્લે સ્ટોરમાં રજીસ્ટર કરાવવી જોઈએ. ગુગલ પ્લે સ્ટોરમાં એપ્લીકેશન ફ્રીમાં રજીસ્ટર થાય છે, પરંતુ તેનાં ડેવલપર એકાઉન્ટ ખોલાવવા તમારે માત્ર ૧૫૦૦ રૃપિયા ગુગલને ચૂકવવાનાં રહેશે. આ એક વખતની ફી હોય છે અને આ એકાઉન્ટ થકી તમે અનેક એપ્લીકેશન લોન્ચ કરી શકો છો. આ ઉપરાંત તમારે એપ્સને પેઈડ કરવી હોય તો મર્ચન્ટ એકાઉન્ટની સુવિધા તમને ગુગલ આપે છે.
બસ તો હવે બીન્દાસ પણે તમે તમારા ગૃપની, તમારી કોલેજની કે પછી તમારા બીઝનેસની એપ્લીકેશન જાતે બનાવી શકો છો.
Learn How to Develop android App
Android develope http://developer.android.com/
Comments
Post a Comment
Thanks For Comment On Jay Nagar Blogger