Skip to main content

Wi-Fi Services

વાઈ-ફાઈની અત્યાધુનિક સેવાને હવે વેગ મળશે

ભારતમાં  આજકાલ સોશિયલ મિડિયાની બહુ ચર્ચા થાય છે. ચૂંટણીના માહોલમાં ભાષણો દરમિયાન નેતાઓ પણ દેશને વધુ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવાની વાત પર જોર આપી રહ્યા છે. દેશની સંદેશવ્યવહાર પધ્ધતિને સુધારવાના પ્રયાસરૃપે વાઈ-ફાઈ સિસ્ટમ શરૃ કરવાની વાતો પણ થઈ રહી છે.
હાલમાં બેંગ્લુરુના અમુક ક્ષેત્રમાં અને પૂણે નજીકના પીંપરીમાં વાઈ-ફાઈ નેટવર્ક ઉપલબ્ધ છે. હવે મુંબઈ શહેરમાં પણ તબક્કાવાર વાઈફાઈ નેટવર્ક ગોઠવવાની વાત થઈ રહી છે.
મુંબઈ મહાનગરપાલિકા સલામતી વ્યવસ્થા વધુ કડક અને અત્યાધુનિક સ્તરની બનાવવા વાઈ-ફાઈ ટેકનોલોજી શરૃ કરવાની યોજનાનો અમલ કરવા  સરકાર વિચારી રહી છે. આવી વાઈ-ફાઈ ટેકનોલોજી વ્યવસ્થાના અમલ માટે ૪૦૦ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે.
મહાનગરપાલિકાના એડિશનલ કમિશનરે  એવી માહિતી આપી હતી કે શહેરની સલામતી માટે પાલિકા જરૃરી બધી કાર્યવાહી કરશે. પૂરેપૂરી સાવધાની રાખશે.
જોકે આવી અત્યાધુનિક વ્યવસ્થા માટે અમે પુણેના સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્કની મદદ પણ લઈશું. પુણેના સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્કના કર્મચારીઓ મુંબઈમાં વાઈ-ફાઈ વ્યવસ્થા માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે અને તે મુજબ અમે આગળ વધીશું.
જોકે આવી વાઈ-ફાઈ સુવિધા મહાનગરપાલિકા દ્વારા આપવી જરૃરી છે કે કેમ તે વિશે પણ શંકા-કુશંકા વ્યક્ત થઈ રહી છે. સાથોસાથ પાલિકાના એક ઉચ્ચ અધિકારીએ એવો અણિયાળો સવાલ પણ કર્યો હતો કે સંદેશા વ્યવહારની સગવડ કરવી કાંઈ મહાનગરપાલિકાની નૈતિક જવાબદારી નથી. એટલે અમે શા માટે વાઈ-ફાઈ ટેકનોલોજી વસાવીએ? ખરેખર તો આટલા બધા રૃપિયાનો ઉપયોગ શહેેરનાં નાગરિકોને વધુ સારી પ્રાથમિક સગવડો આપવામાં કરવો જોઈએ.
વાયરલેસ ફાઈડાલિટી (વાઈફાઈ) સિસ્ટમ સીમલેસ ઇ-કનેક્ટિવિટિની સુવિધા આપવા ઉપરાંત સ્ટ્રીટલાઈટ્સ ઇલેક્ટ્રિક પમ્પિંગ સ્ટેશનો અને પાણીનાં મીટરોની વધુ સારી રીતે દેખરેખ રાખવા સાથે મુંબઈ મહાનગર પાલિકાને નોંધપાત્ર પ્રમાણમાં વીજળીની બચત કરવામાં સહાયક બની રહેશે અને આમ તે કાર્બન ક્રેડિટ મેળવી આપશે એમ નિષ્ણાતોએ કહ્યું છે.
સ્ટ્રીટલાઈટ્સ, પમ્પિંગ સ્ટેશનો અને પાણીનાં મીટરોની અપર્યાપ્ત દેખરેખને કારણે ઘણી બધી ઉર્જા અને વીજળી વેડફાય છે. કોઈ પણ ઉપકરણને વાયર સાથે જોડવાની જરૃરિયાત દૂર કરતી વાઈફાઈ સિસ્ટમને કારણે સંસાધનોના વેડફાટ પર અંકુશ મૂકાવાની ધારણા રખાય છે એમ નિષ્ણાતોએ જણાવ્યું છે.
પાલિકાની વાઈફાઈ યોજનાના કન્સલટન્ટે   જણાવ્યું હતું કે સ્ટ્રીટલાઈટસ અને પાણીનાં મીટરો સહિતની સિસ્ટમમાં પાલિકાની વીજળી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે. આવી સિસ્ટમમાં ખાસ ઉપકરણો બેસાડવામાં આવશે. આવી સિસ્ટમ પર ખાસ દેખરેખ રખાશે એ વીજળી વેડફાટ થશે ત્યારે આ ઉપકરણ મુખ્ય મોનિટરીંગ રૃમને સંકેત આપશે આ સંકેત મળતાં જ કન્ટ્રોલ રૃમ લાઈટ અથવા મીટરને તરત જ બંધ કરશે.
સાયબર નિષ્ણાત વિજય મુખીએ કહ્યું હતું કે જ્યાં પ્રકાશ માટે અનેક બલ્બ જરૃરી છે. તેવા વિમાનમથક જેવાં સ્થળોએ આ સુવિધાનો ઉપયોગ થાય છે. નાનાં ઉપકરણ, મોટે ભાગે કેમેરા, કોઈ ચોક્કસ બલ્બ ચાલુ રાખવો જરૃરી છે કે નહીં તે દેખરેખ રાખે છે. આ ઉપકરણને જણાય કે બલ્બ ચાલુ રાખવો જરૃરી નથી ત્યારે તે મુખ્ય મોનિટરિંગ રૃમ તે વિશે સિગ્નલ મોકલશે અને આવો સિગ્નલ મળતાં જ મોનિટરિંગ રૃમ બીનજરૃરી બલ્બને બંધ કરશે.
જોકે, તેમણે સલાહ આપી હતી કે આ સિસ્ટમ ખર્ચાળ  હોવી જોઈએ. માત્ર એક જ ઉપકરણ ખરીદવાનું હોય તો મોંઘુ પડે. મોટી સંખ્યામાં ઉપકરણો ખરીદવાં જરૃરી છે.
બીએમસીની આખા શહેરના લોકો વાયરલેસ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે એવું ઈન્ફ્રાસ્ટ્રકર ઉભુ કરવાની યોજના છે. આ યોજનામાં પબ્લિક રુટર્સ સ્થાપવાનું વિચારાયુ છે, જ્યાં જઈને લોકો ઈન્ટરનેટ નેટવર્કનો ઉપયોગ કરી શકશે.
અલબત્ત, નાગરિકો અને નિષ્ણાતોનું એમ કહેવું છે કે આ પ્લાનનો અમલ- વિચારીને લાઈટોમાં રુટર્સ બેસાડવાનું વિચારે છે, જે જોખમી બની શકે છે કારણ કે સ્ટ્રીટ લાઈટો બહુ નીચી હોય છે. અને એને કારણે આસપાસમાં વસતા લોકો પર રેડિયેશનની અસર થઈ શકે છે,' એમ ટેલિકોમ એન્જિનિયર અનુજ જૈને જણાવ્યું હતું. એમણે ફિલાડેલ્ફિયામાં આવુ જ વાયફાય નેટવર્ક તૈયાર કર્યુ છે.
જૈનના જણાવવા મુજબ એનો વધુ સારો ઉપાય એ છે કે કાં તો તમે વાયફાય હોટ સ્પોટસ ઊભા કરો અથવા આ રુટર્સને વધુ ઉંચાઈ પર ગોઠવો. 'આવો પ્લાન શરૃ કર્યા પહેલા બીએમસીએ નિષ્ણાતોનો મત લેવાની અને પોતાનું હોમવર્ક કરવાની જરૃર છે.' એમ તેમણે ઉમેર્યું હતું.
ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીના નિષ્ણાત વિજય મુખીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આજે વાઈ-ફાઈ ટેકનોલોજી થોડીક જૂની ગણાય છે. એટલે કે તેની સરખામણીએ વાઈમેક્સ વધુ અત્યાધુનિક અને ઉપયોગી સાબિત થઈ રહી છે. અને એટલે જ અમેરિકાનાં હ્યુસ્ટન, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ફિલાડેલ્ફિયા જેવાં રાજ્યોએ વાઈ-ફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા બાદ પણ ઝાઝી બધી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
ચારેક વર્ષ પૂર્વે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા તેના થોડા સમય અગાઉ જ અમુક ટીવી ચેનલને આ ઉગ્રવાદી ઘટનાનો ઈ-મેલ નવી મુંબઈના સાનપાડા વિસ્તારના ગુનીના બિલ્ડિંગમાંના કોઈ કમ્પ્યુટર દ્વારા મોકલાયો હતો. ત્યાર બાદ આવો જ વધુ એક ટેરર ઈ-મેલ મુંબઈની ખાલસા કોલેજની કમ્પ્યુટર લેબોરેટરીમાંથી ટીવી
ચેનલોને મોકલાયો હતો. આવા બે ટેરર ઈ-મેલને કારણે મંુબઈની એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના અધિકારીઓની દોડાદોડી વધી ગઈ હતી.  સાથોસાથ એટીએસના અધિકારીઓએ આવા ટેરર ઈ-મેલનું પાકું પગેરુ શોધવા માટે કમ્પ્યુટર ટેકનોલોજીના નિષ્ણાતોની મદદ પણ લેવી પડી.
ભારતમાં વાઈ-ફાઈ કમ્પ્યુટર નેટવર્ક માટે કોઈ જ શિસ્તબદ્ધ કાયદો નહીં હોવાથી ઉગ્રવાદીઓ આ અત્યાધુનિક ટેકનોલોજીનો મોટા પાયે ગેરઉપયોગ કરી રહ્યા છે. પરિણામે ઉગ્રવાદી ટોળકીઓ બોમ્બ વિસ્ફોટ કરતાં અગાઉ અમુક ટીવી ચેનલોને તે જીવલેણ ઘટનાની જાણ પણ કરી દે છે. જોકે ન સમજી શકાય તેવી બાબત એ છે કે તે ચેતવણીરૃપ ઈ-મેલ કોણે, કયા સ્થળેથી અને ચોક્કસ કયા કમ્પ્યુટર દ્વારા મોકલાયો હતો તેની પાકી માહિતી તપાસ કરતી પોલીસને નથી મળતી.
આવી ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફ.આઈ.સી.સી.આઈ-ફીક્કી)ના આગેવાનો ભારત સરકારને પત્ર લખી કોઈ અસરકારક કાયદો કે નીતિ-નિયમો બનાવવા રજૂઆત કરવા વિચારે છે. આવો કોઈ કડક કાયદો હોય તો વાઈ-ફાઈ ટેકનોલોજીના ઉપયોગમાં સંપૂર્ણ સલામતી રહી શકશે. ખરેખર તો ફીક્કી આ રીતે મુંબઈ પોલીસને મદદરૃપ થવા ઇચ્છે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં વાઈ-ફાઈ કમ્પ્યુટર ટેકનોલોજી માટે શિસ્તબદ્ધ માળખું અને કડક નિયમો છે.
ભારતમાં વાઈફાઈ ટેકનોલોજી શરૃ જરૃર થઈ છે, પરંતુ તેનો ગેરઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. પરિણામે ઉગ્રવાદ વિરોધી ટુકડીના અધિકારીઓને બોમ્બ વિસ્ફોટ અગાઉ મળતા ઈ-મેલનું પાકું પગેરું શોધવામાં ઘણી તકલીફ પડે છે. ભૂતકાળમાં   બેંગલોર, જયપુર અને અમદાવાદ તથા દિલ્હીના પ્રચંડ બોમ્બ વિસ્ફોટની આ જ પ્રકારની તપાસમાં પોલીસને ઘણા અવરોધ નડયા હતા.
દેશમાં વાઈ-ફાઈ ટેકનોલોજીના ઉપયોગ માટે બધાં નેટવર્ક સંપૂર્ણ સુરક્ષિત હોવાં જરૃરી છે, જેથી અમદાવાદના બોમ્બ વિસ્ફોટમાં અમેરિકાના નાગરિક હેવુડની જે રીતે તપાસ કરવી પડી અને પછી તે નિર્દોષ સાબિત થયો તે ઘટનાનું પુનરાવર્તન ન થાય. સિંગાપોરમાં તો વાઈ-ફાઈ ટેકનોલોજીના કેન્દ્ર માટે અત્યંત કડક કાનૂન છે. જે કોઈ સેન્ટર તે કાયદાનું પાલન ન કરે અથવા કોઈ કારણસર તેનો ભંગ થાય તો તે સેન્ટરનું લાયસન્સ તરત જ રદ થઈ જાય. સાથોસાથ તે કેન્દ્રના સંચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થાય. આ જ પ્રકારની વ્યવસ્થા કે કાયદો ભારતમાં પણ જરૃરી છે.
 ભારતમાં વાઈ-ફાઈ સર્વિસ પ્રોવાઈડર (એટલે કે તેનું મુખ્ય કેન્દ્ર) જુદી જુદી વ્યક્તિને પણ તેની સેવા આપે છે.  મુખ્ય કેન્દ્રની કોઈ વ્યક્તિ સબ-સેન્ટરમાં વાઈ-ફાઈની ટેકનોલોજી ગોઠવવા જાય છે, પરંતુ મુખ્ય કેન્દ્રના સંચાલક પાસે પેલા પેટા કેન્દ્ર વિશે કોઈ જ માહિતી નથી હોતી. કે તેનો કોઈ રેકોર્ડ પણ નથી રખાતો. પરિણામે કઈ વ્યક્તિને જવાબદાર ગણવી તે મોટો અને મહત્ત્વનો સવાલ છે.
જોકે આ અત્યાધુનિક કમ્પ્યુટર ટેકનોલોજીના નિષ્ણાતો એમ કહે છે કે વાઈ-ફાઈ નેટવર્ક ગમે તેટલું સુરક્ષિત બનાવાય તો પણ તેનો ગેરઉપયોગ થઈ શકે. એટલે જ આ સેવાની ટેકનોલોજી અત્યાધુનિક જ હોવી જરૃરી છે. આવી એક ટેકનોલોજી છે વાયર્ડ ઈક્વીવેલન્ટ પ્રાઈવસી (ડબલ્યુ. ઈ. પી) અને બીજી છે વાઈ-ફાઈ પ્રોટેક્ટેડ એક્સેસ (ડબલ્યુ. પી.એ.) આમ છતાં કોઈ હોંશિયાર વાઈ-ફાઈ હેકર ફક્ત દસ મિનિટમાં ડબલ્યુ. ઈ. પી.માં પણ ગરબડ ગોટાળા કરી શકે છે, પરંતુ તે ડબલ્યુ. પી.એ.નો ગેરઉપયોગ નથી કરી શકતો.
આ તમામ ગંભીર બાબતોને ધ્યાનમાં લઈને વિજય મુખીએ કહ્યું હતું કે મારા મત અને અનુભવ મુજબ આજે આ ખતરનાક રમતના નીતિ-નિયમો સમૂળગા બદલાઈ ગયા છે. એટલે ખરેખર તો પાલિકાએ આવી ટેકનોલોજી વસાવવાની જરૃર નથી. આમ તો પાલિકા વાઈ-ફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કોઈ પણ જાતના ચોક્કસ સરનામા વગર કરવા ઇચ્છે છે. પરિણામ એ આવશે કે મુંબઈમાં આવતી કોઈ પણ વિદેશી વ્યક્તિ આખા શહેરમાં કોઈ પણ સ્થળેથી તેનું જોડાણ મેળવી લઈને તેનું કાર્ય કરી શકશે. આમ પણ પાલિકાને કમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા મોકલાતા સંદેશા અને તેની સલામતી વ્યવસ્થા વિશે કોઈ જ અનુભવ નથી. આજ ગંભીર બાબતેન ધ્યાનમાં લઈને પાલિકા કદાચ પણ તેનો હક્ક નહીં મેળવે તો ભવિષ્યમાં શહેરમાં વધુ ટેરર-ઈમેલનું અને સાયબર ક્રાઈમનું રીતસર આક્રમણ શરૃ થશે. આટલું જ નહીં પાલિકા કોના પર શંકા-કુશંકા કરશે? અને કોને પકડશે?
મહાનગર પાલિકાના સૂત્રોએ તો એવું આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું કે શહેરના ટીવી કેબલ ઓપરેટરો અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને પણ પાલિકાની વાઈ-ફાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી મળી જશે કે કેમ? કદાચ પણ તેમને પરવાનગી મળશે તો ટીવી કેબલ અને ઇન્ટરનેટ સર્વિસની સમગ્ર વ્યવસ્થામાં પણ મુશ્કેલ સર્જાઈ શકે છે. આ મોટા વ્યવસાયમાં બાઘા આવી શકે છે. એટલે આ તમામ પરીબળોને ધ્યાનમાં રાખીને જ પાલિકા વાઈ-ફાઈ સર્વિસનો નિઃશુલ્ક અમલ કરવાનો ચોક્કસ નિર્ણય લેશે.
જોકે એડિશનલ કમિશનરે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે વાઈ-ફાઈ ટેકનોલોજીનો અમલ કરીને પાલિકા સાચા અર્થમાં નાગરિકોને મદદરૃપ થવા ઇચ્છે છે. આજે શહેરનાં નાગરિકોએ તેમનાં જુદાં જુદાં બિલ ચૂકવવા માટે વોર્ડ ઓફિસમાં આવવું પડે છે. જોકે વાઈ-ફાઈ સુવિધા બાદ તેઓને આવી મુશ્કેલી નહીં પડે. સાથોસાથ આ ટેકનોલોજીથી ઇન્ટરનેટનો ઉપયોગ પણ સસ્તો થઈ જશે.
જોકે વાઈ-ફાઈ ટેકનોલોજીના અમલ માટે પાલિકાએ આખા શહેરના ૪૮૦ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ઠેર ઠેર ગગનચૂંબી ટાવર્સ પણ ચણવા પડશે. પુણે નજીકની પિંપરી-ચીંચવડ મહાનગરપાલિકા આખા દેશમાં સૌપ્રથમ વાઈ-ફાઈ સુવિધા શરૃ કરી દીધી  છે. એવી જ રીતે બેંગલુરુ શહેરમાં છેલ્લા બે મહિનાથી ૩૦૦ ચો. કિ.મી.ના પરિસરમાં પ્રાયોગિક ધોરણે વાઈ-ફાઈ સેવા અપાઈ રહી છે.
બીજી બાજુ એ. ટી. એસ.ના એક અધિકારીએ એમ કહ્યું હતું કે ટેરર ઈ-મેલ મોકલનારી વ્યક્તિનો ઇરાદો અમારા અધિકારીઓનું ધ્યાન બીજી દિશામાં વાળવાનો હોય છે. પરિણામે અમારા અધિકારીઓ ઉગ્રવાદી ઘટનાની ખરી તપાસ કરવાને બદલે આવા ઈ-મેલની તપાસ કરવામાં સમય વ્યતિત કરતા રહે. વળી અમારી પાસે પૂરતા ટેકનિકલ નિષ્ણાતો અને સોફટવેર્સ પણ નથી. પરિણામે અમારે અન્ય ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવી પડે છે.
 

Comments

Popular posts from this blog

Unknown Windows 7 feature: Problems Step Recorder (PSR)

Welcome everyone. You all know that Windows 7 is one of the most finest OS from Microsoft , generally praised by critics, who considers the  operating system  as major improvement over its predecessor due to its increased performance, its more intuitive interface , fewer User Account Control popups,etc & also being a major success for Microsoft; even prior to its official release. ALSO READ:  Windows 10 Free Update to windows 8 users. I’m a bit late in posting this one, but this isn’t still known for many of them..This article is about a hidden (literally) Windows 7 Feature -It’s called the Problems Step Recorder (PSR) intended to  record  the problem that you encounter in your system and save it as a file and then you can share with Microsoft support team or somebody who is helping you to solve the problem. PSR records the steps you’ve taken on the computer automatically including mouse clicks. You can use these recordings to speed up issues when you’re dealing with tech suppo

Best Books